‘‘મા’’ અંબાના પાવન ધામ અંબાજી મંદિરમાં જગતજનની ‘‘મા’’ અંબાના દર્શન કર્યા હતા. ભારતના 52 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ ગણાતા અંબાજીમાં શક્તિ સ્વરૂપા ‘‘મા’’ અંબાના દરબારમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવું છું. ગુજરાતને વિકાસના માર્ગ પર સતત આગળ ધપાવતા રહેવા માટેની ઊર્જા પ્રદાન કરવા ‘‘મા’’ ના ચરણોમાં પ્રાર્થના કરી.

રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતલક્ષી કાર્યો માટે ત્વરિત નિર્ણયો લેવાઈ રહ્યાં છે. યુવા હોય કે મહિલા, ખેડૂત હોય કે કર્મચારી, શિક્ષણ હોય કે રોજગાર સર્વાંગીક્ષેત્રે ‘‘વિકાસ’’ એ જ લક્ષ્ય આ મંત્રને મૂર્તિમંત કરતી સરકાર જન-જનની સુખાકારી માટે પ્રયત્નશીલ છે. ગરીબો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનું કામ હોય કે પછી ખેડૂતો માટે વીજળી અને પાણીનું કામ-ત્વરિત નિર્ણયો લઈને સરકાર સમસ્યાઓના સમાધાન માટે તત્પરતાથી કાર્ય કરી રહી છે. સુખ, શાંતિ, સલામતી, શિક્ષણ, પાણી, સિંચાઈ વગેરે માટે સરકાર દ્વારા પ્રગતિશીલ નિર્ણયોનો અમલ કરીને જનસુખાકારીના કામો થઈ રહ્યાં છે. આગામી સમયમાં વિકાસની રાજનીતિનો જ વિજય થવાનો છે. કઠલાલના અનારાથી ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

હરિધામ સોખડા મુકામે યોજાયેલ આત્મીય કાર્યકર શિબિરમાં હાજરી આપી હતી. જનશક્તિના સમર્થન અને શિક્ષણના સથવારે સંસ્કારોના સિંચન થકી રાજ્ય અને રાષ્ટ્ર અપૂર્વ સિદ્ધિઓના શિખર સર કરવામાં સફળ બની રહ્યાં છે. જનકલ્યાણની ભાવનાનું પ્રગટીકરણ સમગ્ર સમાજને પ્રામાણિકતા અને નિષ્ઠાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. કાર્યકરોની નિષ્ઠા, ખંત અને ધગશ તેમજ કૌવત અને કુશળતાનું સમુચિત આચરણ દેશ અને રાજ્યની વિકાસગાથાને વેગવંતી બનાવવા માટે અતિ આવશ્યક છે.

ગુજરાત સરકાર દ્વારા સર્વાંગીક્ષેત્રે વિકાસનો વેગ ઝડપી બન્યો છે. ગ્રામજનો, શહેરીજનો, યુવાનો, મહિલાઓ, વનબંધુ, ખેડૂતો સૌના માટે સમતોલ વિકાસની દિશામાં નિર્ણાયક સરકારે ત્વરિત અને પારદર્શી નિર્ણયો લીધા છે. આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી દ્વારા સંસ્કારનગરી વડોદરામાં આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પોતાના મકાનો અર્પણ કરવામાં આવ્યાં. તેમના હસ્તે પરિવહન કેન્દ્ર, પ્રાદેશિક જળ પુરવઠા યોજના, હાઉસિંગ પ્રોજેક્ટ અને ફલાય ઓવર તેમજ HPCLનાં ગ્રીન ફિલ્ડ માર્કેટિંગ ટર્મિનલ પ્રોજ્કટનું ભૂમિપૂજન પણ થયું છે. આવા વિકાસ કાર્યોનો અવિરત વેગ વડોદરા નગરીની ગરિમામાં વધારો કરનારો બની રહેશે. વડોદરાથી ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.